Schemes - યોજનાઓ     
   
  Government / Private Schemes - સરકારી / ખાનગી યોજનાઓ
   
  1. For Patients -  દર્દીઓ માટે
  2. For Students -  વિદ્યાર્થીઓ માટે
  3. For Youth - યુવાઓ માટે
  4. For Widows - વિધવાઓ માટે
  5. For Women - મહિલાઓ માટે
  6. For Girl / Bride - કન્યા / નવવધૂ માટે
  7. For Senior Citizens - વરિષ્ઠ નાગરિકો માટે
  8. For Un Employed / Entrepreneur -   બેરોજગાર / ઉદ્યોગ સાહિસક માટે
  9. Other Schemes / અન્ય યોજનાઓ
  10. For More Details OR Assistance Please Contact Us - વધુ માહિતી અથવા સહાયતા માટે કૃપયા અમારો સંપર્ક કરો
   
  1. For Patients -  દર્દીઓ માટે
 
  મુખ્યમંત્રી અમૃતમ "માં" અને "માં" વાત્સલ્ય યોજના
  બીપીએલ પરિવારો, 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો, શ્રમયોગી કાર્ડધારકો, આશા બહેનો, માન્ય પત્રકારો તથા રાજ્ય સરકાર ના વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગાર ધારકો અને તેમના પરિવારો તથા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબના સિનિયર સિટીઝનો માટે ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે રૂ. 3-5 લાખ સુધીની સારવાર આપવામાં આવે છે.

Website : www.magujarat.com,   Toll Free : 1800 233 1022,   E-Mail : mayojanagujarat@gmail.com
Download : Information Booklet - માહિતી પુસ્તિકા
   
  2. For Students -  વિદ્યાર્થીઓ માટે
 
  સર્વ શિક્ષા અભિયાન (RTE)
  - 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટે આ યોજના અંતર્ગત ૧ એપ્રિલ, 2010 થી ‘Right to Education, 2009’ નો કાયદો ઘડવામાં આવ્યો.
- તમામને સાક્ષર કરવા એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
- ધોરણ 1 થી 5 : રોજનું 4 કલાક x વર્ષના 200 દિવસ શિક્ષણ
- ધોરણ 6 થી 8 : રોજનું 5 કલાક x વર્ષના 220 દિવસ શિક્ષણ, (સરેરાશ અઠવાડિયાનું 45 કલાક શિક્ષણ)
 
  Scholarship - શિષ્યવૃત્તિ
  To get Pre Matric / Post Matric / Merit Cum Means Scholarship from Central Government for Minority Students
લઘુમતી વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી મળતી પ્રિ-મેટ્રિક / પોસ્ટ મેટ્રિક / મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ મેળવવા માટે

Website: https://www.scholarships.gov.in,   Help Desk: 0120 - 6619540, E-Mail: helpdesk@nsp.gov.in
 
  Study Abroad Scheme - પઢો પરદેશ યોજના
  - આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્પસંખ્યક સમુદાયથી સંબંધિત આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અધ્યયન માટે શૈક્ષિણક લોન પર વ્યાજમાં સબસીડી આપવાનો છે.
- આ યોજના માત્ર પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા પી.એચ.ડી.ના ઉચ્ચ અભ્યાસક્રમમાં જ આપવામાં આવશે.
  3. For Youth - યુવાઓ માટે
 
  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
  - સરકારી નોકરીની ભરતીમાં દરેક વર્ગની મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની વધારાની છૂટ આપવામાં આવી.
- વાર્ષિક રૂ. 4.50 લાખની આવક સુધીના પરિવારોના બાળકોનો આ યોજનામાં સમાવેશ જેમને નીચે મુજબના લાભ મળશે.
- ધોરણ - 12 માં 90 પસર્ન્ટાઈલ કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય.
- MBBS માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની 50% ફી રૂપિયા 2 લાખની મયાર્દામાં રાજ્ય સરકાર તરફથી ભરવામાં આવશે તથા રાજ્યમાં 3 નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરી બેઠકોની સંખ્યા વધારાશે.
  પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)
  આ યોજના અંતર્ગત 10 માં ધોરણથી 12 માં ધોરણનું શિક્ષણ અધવચ્ચે છોડનારા શ્રમિકોને તેમના સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રશિક્ષણ આપવામાં આવશે તથા પ્રતિ પ્રશિક્ષુ રૂપિયા 8000 ની સ્કોલરશીપ મળશે.
  શ્રી વાજપેયી બેન્કેબલ યોજના
  આ યોજના અંતર્ગત શિક્ષિત બેરોજગાર યુવાનો યુવતીઓને સ્વયં રોજગાર માટે સહાય પૂરી પાડે છે. જે અંગેની શરતો નીચે મુજબ છે.
- લાભાર્થીની ઉંમર 18 થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- વ્યવસાયને અનુરૂપ 3 મહિનાની તાલીમ અથવા જે લઘુત્તમ 4 ધોરણ ભણેલ હોય.
- આ યોજના અંતર્ગત વેપાર માટે 3 લાખ રૂપિયા, ઉદ્યોગ માટે 6 લાખ રૂપિયા અને સેવા સેક્ટરમાં 8 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.
   
  4. For Widows -  વિધવાઓ માટે
 
  Niradhar Vidhva Sahay Yojna - નિરાધાર વિધવા સહાય યોજના
  Gujarat Government is paying Rs 1000 / Month as a pension to widow beneficiary women and Rs 100 per minor child within a limit of two minor children under Niradhar Vidhva Sahay Yojna.
ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા સહાય યોજના અંતર્ગત દર મહિને વિધવા સ્ત્રીઓને પેન્શન તરીકે રૂ. 1000 અને તેના વધુમાં વધુ બે સગીર બાળકોને રૂ. 100 બાળકદીઠ આપવામાં આવે છે.
   
  5. For Women -  મહિલાઓ માટે
 
  મિશન મંગલમ્ (સખી મંડળ યોજના)
  - મહિલાઓ BPL અને APL બંને પરિવારની સ્વયંસહાય ગ્રુપ (સખી મંડળ) દ્વારા આવકની પ્રવૃત્તિ શરૂ કરી શકે છે.
- આ સમૂહમાં ઓછામાં ઓછી 70 મહિલાઓ BPL પરિવારની હોવી જોઈએ.
- આવકની પ્રવૃત્તિ શરૂ કરવા સમૂહને રૂપિયા 5 હજારરિવોલ્વિંગ ફંડ અને બેંક લોન આપવામાં આવશે.
 
  ચિરંજીવી યોજના
  - આ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા અને આવકવેરો ન ભરતા પરિવારોને સાંકળવામાં આવ્યા છે.
- આ યોજના અંતર્ગત સગભાર્ને વાહનભાડા માટે રૂ. 200/- શહેરી વિસ્તારની સંગભાર્ને રૂ. 100/- તથા તેના મદદનીશને રૂ. 50/- મળશે.
- આ યોજનાનો મુખ્ય હેતુ માતૃ મૃત્યુદર, શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે.
- આ યોજના અંતર્ગત ખાનગી ડોક્ટરને રૂ.3800/- પ્રતિ પ્રસુતિ ચૂકવવામાં આવે છે, પરંતુ જો ખાનગી ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવે તો તેને સરકાર તરફથી પ્રતિ પ્રસુતિ રૂ.1795/- ચૂકવવામાં આવે છે.
 
  દીકરી રૂડી સાચી મૂડી
  આ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિ કુટુંબના માત્ર એક પુત્રીના જન્મ પ્રસંગે આ યોજના હેઠળ માતાને પોષણક્ષમ આહાર તથા દવા માટે રૂ. 500 રોકડા અને રૂ. 2500 ના રાષ્ટ્રીય બચતપત્રો મળે છે.
 
   
  6. For Girl / Bride - કન્યા / નવવધૂ માટે
 
  વિદ્યાલક્ષ્મી બોન્ડ
  35% થી ઓછી મહિલા સાક્ષરતા વધારવા ગામડાઓમાં ગરીબી રેખાથી નીચેના પરિવારોની કન્યાના શાળા પ્રવેશ વખતે ધો-1 ના પ્રવેશે રૂ. 2000/- ના બોન્ડ આપવામાં આવે છે, જે ધો-7 પૂર્ણ કર્યા પછી વ્યાજ સહીત ચૂકવવામાં આવે છે.
 
  સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
  - આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યાના માતા-પિતાને આ યોજના અંતગર્ત કન્યાના લગ્ન અથવા શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે.
- આ યોજના અંતર્ગત કન્યાના જન્મથી 10 વર્ષ સુધી ખાતુ ખોલાવવાનું રહેશે, જેમાં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 1000 રૂપિયા તથા વધુમાં વધુ 1,50,000 રૂપિયા પ્રીમિયમ પેટે જમા કરાવવાના રહેશે, કન્યાની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા પછી 50% રકમ ઉપાડી શકાશે તથા 21 વર્ષની વય પૂર્ણ થતાં ખાતું બંધ થઈ રકમ પર 9.2% નો ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે.
 
  કુંવરબાઈનું મામેરૂ
  -આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને આર્થિક શૈક્ષિણક પછાત વર્ગની કન્યાને લગ્ન પ્રસંગે રૂ.10,000/- ની સહાય આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ મેળવવા કન્યાના વાલીની આવક ગ્રામ્ય ક્ષેત્રે વધુમાં વધુ વાર્ષિક રૂ. 47,000/- તથા શહેરી ક્ષેત્રે વધુમાં વધુ રૂ. 68,000/- હોવી જોઈએ.
 
  માઈ રમાબાઈ સાતફેરી સમૂહ લગ્ન
  આ યોજના સમાજના બધા વર્ગો માટે છે, જેમાં ઓછામાં ઓછા 10 યુગલના સમૂહ લગ્ન યોજાય તો યુગલ દીઠ રૂ.10,000 ની સહાય નર્મદાશ્રી નીધિના નામે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ માટે કન્યાના વાલીની આવક મયાર્દા ગ્રામ્ય ક્ષેત્રે રૂ. 47000 અને શહેરી ક્ષેત્રે રૂ. 68,000 રહેશે.
સમૂહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 21,000 અથવા વધુમાં વધુ રૂ. 50,000 સરકારશ્રી તરફથી પ્રાપ્ત થશે.
   

7. For Senior Citizens - વરિષ્ઠ નાગરિકો માટે
 
  અટલ પેન્શન યોજના
  આ યોજના વૃદ્ધાવસ્થા દરમિયાન આવકની સલામતી, સ્વૈચ્છિક નિવૃત્તિ સમય માટેના રોકાણ અને અસંગિઠત ક્ષેત્રના કામદારો માટે કેન્દ્રિત રહેશે.
- આ યોજનામાં 18 થી 40 વર્ષના વ્યક્તિઓ જોડાઈ શકે છે.
- આ યોજના અંતર્ગત રૂ. 1000 થી રૂ. 5000 સુધીના માસીક પેન્શનનો લાભાર્થી જો 18 વષર્ની ઉંમરે જોડાય છે, તો રૂ. 42 થી રૂ. 210 અને જો 40 વર્ષનો લાભાર્થી જોડાય તો રૂ. 291 થી રૂ. 1454 ફાળો આપવાનો રહેશે.
   
  8. For Un Employed / Entrepreneur -   બેરોજગાર / ઉદ્યોગ સાહિસક માટે
 
  વાજપાઈ બેન્કેબલ યોજના
  - આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારના બેરોજગારોને સ્વરોજગાર પુરો પાડવો.
- ઉધોગક્ષેત્રે લોન મર્યાદા રૂ. 8,00,000/- સહાય રૂ. 60,000/-
- સેવાક્ષેત્રે લોન મયાર્દા રૂ. 6,00,000/- સહાય રૂ. 30,000/-
- વેપારક્ષેત્રે લોન મયાર્દા રૂ. 3,00,000/- સહાય રૂ. 20,000/-
  મુદ્રા યોજના - MUDRA (Micro Units Development and Refinance Agency)
  - આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના ઉદ્યોગ સાહિસકોની સહાયતા કરવી તથા તેમને ભારતીય અર્થતંત્રના સમૃદ્ધિના સાયક બનાવવાના છે.
-આ યોજના અંતર્ગત વધુમાં વધુ 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે, જે નીચે મુજબ અલગ-અલગ નામથી ઓળખાય છે.
  1. શિશુ : 50,000 રૂપિયા સુધીની લોન
  2. કિશોર : 50,000 રૂપિયા થી 5 લાખ સુધીની લોન
  3. તરુણ : 5 લાખથી 10 લાખ સુધીની લોન.
  9. Other Schemes / અન્ય યોજનાઓ
 
  સેવા સેતુ કાર્યક્રમ
  - આ યોજનાનો ઉદ્દેશ્ય આઠ થી દસ ગામોના સમુહને આવક / જાતિ / વૃદ્ધ પેન્શન વગેરેના દાખલા ગ્રામ્ય કક્ષાએથી જ મળી રહે તે માટે સરકારી અધિકારીઓનો પ્રજા સાથે સેવા સેતુ સ્થાપિત કરવાનો છે.
- સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારીઓના અધ્યક્ષપદે યોજાય છે.
- ૧૩ અધિકારીઓની સમિતિ દર સોમવારે સેવા સેતુ કાર્યક્રમ અન્વયે નક્કી કરેલા સ્થળો એ હાજર રહે છે.
સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાના વ્યક્તિગત પ્રશ્નો રજુ થાય છે અને તેનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે.
  નિર્મળ ગુજરાત શૌચાલય
  શહેરોમાં વ્યક્તિગત શૌચાલયની સુવિધા ઊભી કરવા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના BPL અને APL બંને કુટુંબોને મળે છે.
   
 
   
For More Details OR Assistance Please Contact Us - વધુ માહિતી અથવા સહાયતા માટે કૃપયા અમારો સંપર્ક કરો
Rajjak Vahora : +91 89800 28112 Mustak Kapadiya : +91 97120 74400